સીગારેટ પેપર્સના ઝઘડામાં કિશોરે વિજય પટેલની હત્યા કરી

Wednesday 04th July 2018 07:01 EDT
 
 

લંડનઃ સીગારેટ પેપર્સના ઝઘડામાં નોર્થ લંડનના મિલહિલમાં ૧૬ વર્ષીય કિશોરે ૪૯ વર્ષીય શોપકિપર વિજય પટેલની છાતીમાં મુક્કો મારતા તે ફૂટપાથ પર પડી જતાં તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ તે કિશોર અને તેના બે મિત્રો ત્યાંથી હસતા હસતા ભાગી ગયા હતા.ઘટનાના બીજા દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. બ્રેન્ટના આ કિશોર હત્યાનો ગુનો કબૂલ્યો નથી. તેની ટ્રાયલ હજુ ચાલુ છે.

આ કિશોરનું નામ જાહેર કરાયું નથી. તે તેના બે મિત્ર સાથે ૬ જાન્યુઆરીએ મિલહિલ બ્રોડવેમાં આવેલી રોટા એક્સપ્રેસ શોપમાં રિઝલાનું પેકેટ ખરીદવા આવ્યો હતો. પરંતુ, તેની વય ૧૮થી ઓછી હોવાથી વિજય પટેલે તેને આપવાનો ઈનકાર કર્યો હતો. કિશોરે તેમના મોં પર મુક્કો મારતા પહેલા શોપના કાચ તોડી નાંખવાની ધમકી આપી હતી. તેઓ નીચે પડી ગયા હતા અને ફૂટપાથ સાથે તેમનું માથું અથડાતા તેમને મગજમાં ઈજા થઈ હતી. શોપના મુખ્ય દરવાજા બહાર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાના અડધા કલાક પહેલા તેઓ બીજા શોપકિપર સાથે વાતચીત કરતા દેખાયા હતા. સારવારના બીજા દિવસે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. બે બાળકોના પિતા વિજય પટેલ પ્રેરણારૂપ હતા. તેમના પત્ની વિભા પશ્ચિમ ભારતમાં રહે છે. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ પત્ની અને બાળકોના ભરણપોષણ માટે ખૂબ મહેનત કરતા હતા.

પ્રોસિક્યુટર લુઈસ મેબ્લીએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હસતા હતા અને જે ઘટના બની તેનાથી પ્રત્યે ખુશ જણાતા હતા. 

આ ત્રણેને રિઝલા પેપર્સ આપવાનો અગાઉ ઈનકાર કરનારા શોપકિપરે પણ આ હુમલો જોયો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ તેમના સ્ટોરમાં રિઝલા પેપર્સ ખરીદવા આવ્યા ત્યારે તેમણે તે કિશોરોનું ઓળખપત્ર માગ્યું હતું.

મેબ્લીએ જણાવ્યું હતું કે તેઓ તે રજૂ કરી શક્યા ન હતા. તેઓ ૧૮થી નીચેની વયના હોવાથી તેમણે રિઝલા આપવાની ના પાડી હતી. બટકો છોકરો (શકમંદ) એકદમ ગુસ્સે થઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.

ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં તેણે કશું જણાવ્યું ન હતું. તેના બેડરૂમની તલાશીમાં પોલીસને હુમલાના સમયે તેણે જે બ્લેક જેકેટ અને બર્બરી સ્કાર્ફ પહેર્યા હતા તે મળી આવ્યા હતા. તે ઓટિઝમથી પીડાતો હોવાનું જણાયું હતું.


comments powered by Disqus