લંડનઃ ઈંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને ચૂકવાતી ટ્યૂશન ફીમાંથી લગભગ અડધા જેટલી ફીનો ખર્ચ તેમને ભણાવવા પાછળ થતો હોવાનું યુનિવર્સિટી થીંક ટેંક હાયર એજ્યુકેશન પોલીસી ઈન્સ્ટિટ્યુટના અભ્યાસમાં જણાયું હતું. જ્યારે બાકી રકમમાં ૩૬ ટકા ખર્ચ બિલ્ડીંગ, આઈટી અને લાઈબ્રેરી, એડમિનિસ્ટ્રેશન અથવા મેન્ટલ હેલ્થ સપોર્ટ જેવા વેલ્ફેર પાછળ, ૧૭ ટકા શિક્ષણને બહેતર બનાવવા, રિસર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અને અન્ય ૮ ટકા ખર્ચ માર્કેટિંગ, ફાઈનાન્સ જેવી પ્રોફેશનલ સર્વિસ અને વાઈસ-ચાન્સેલરના વેતન પાછળ થાય છે. દરમિયાન પબ્લિક એકાઉન્ટ કમિટીએ ચેતવણી ઉચ્ચારી હતી કે ગયા વર્ષે ૩.૫ બિલિયન પાઉન્ડની મૂળ કિંમતની સ્ટુડન્ટ લોન પ્રાઈવેટ ઈન્વેસ્ટરોને ૧.૭ બિલિયન પાઉન્ડમાં વેચવામાં આવી હતી. સાંસદોએ આ ડિલ ટેક્સપેયરો માટે સારી ન હોવાનું જણાવ્યું હતું.
