લ્યુકેમિયા પીડિત કૈયા માટે ડોનર શોધવામાં મદદ બદલ નોર્થવુડના પેરન્ટ્સને એવોર્ડ

Friday 30th November 2018 06:50 EST
 
 

લંડનઃ સ્ટેમ સેલ રજિસ્ટરમાં વધુ સાઉથ એશિયન ડોનર્સ જોડાય તેની જરૂરિયાત વિશે લોકજાગૃતિ ફેલાવવા બદલ નોર્થવુડના બે કેમ્પેનર પેરન્ટ્સ પંકજ આનંદ અને શ્રીજલ પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો. ૨૨ નવેમ્બરે ટાવર લંડન ખાતે આયોજિત એન્થની નોલાન સપોર્ટર એવોર્ડસ સમારોહમાં બ્લડ કેન્સર ચેરિટી એન્થની નોલનને મદદરૂપ થવા માટે તેમને ‘બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ અપાયો હતો. જ્યારે કૈયા પટેલને જેક પેચી ફાઉન્ડેશન સપોર્ટેડ ‘જહોન પેચી યંગ હિરો એવોર્ડ’ અર્પણ કરાયો હતો.

લાઉડવોટરની છ વર્ષીય કૈયા પટેલ વિશે જાણ્યા પછી તેઓ આ ચેરિટીને મદદરૂપ થયા હતા. કૈયાને બોનમેરોને અસર કરતું ભાગ્યે જ જોવા મળતા કેન્સર લીમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાનું નિદાન થયેલું છે. આ બન્નેની પુત્રીઓ કૈયાની સાથે ભણે છે.

પંકજ આનંદે પોતાના કામના સ્થળે જાગૃતિ અને ડોનર રિક્રુટમેન્ટ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં ૪૦ સંભવિત ડોનરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પંકજ અને શ્રીજલે સિટી યુનિવર્સિટી ખાતે રિક્રુટમેન્ટ ઈવેન્ટ યોજ્યા હતા. કૈયાની સ્કૂલના પેરન્ટ્સ સાથે કામ કર્યું અને વેમ્બલી અરેનામાં એશિયન મ્યુઝિક ઈવેન્ટ ‘દિલજીત દોસાંઝ’નું આયોજન પણ કર્યું હતું.

શ્રીજલ પટેલે જણાવ્યું હતું કે તેમણે કરેલા પ્રયાસ અને મહેનતને લોકોએ બિરદાવી છે તેનાથી તે ખૂબ ખૂશ છે. કૈયા વિશે જામ્યા પછી ૧૬થી ૩૦ની વયના લોકોને રજિસ્ટ્રેશન કરાવવા પ્રોત્સાહિત કરી શકાશે તે નહીં તે જોવા તેમણે એન્થની નોલાન સાથે કામ શરૂ કર્યું હતું.


comments powered by Disqus