નવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ લિજન ઓફ ઓનર માટે પસંદગી કરવામાં આવી છે. ભારત ખાતેના ફ્રાન્સના રાજદૂત એલેક્ઝાન્ડર જિગલરના હસ્તે બેંગલૂરુમાં પ્રેમજીને આ સન્માન એનાયત કરાશે.
અઝીમ પ્રેમજીને આ સન્માન ભારતમાં આઇટી ઉદ્યોગને વિકસિત કરવા માટે પ્રશંસનીય પ્રદાન બદલ આપવામાં આવ્યું છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને યુનિવર્સિટી મારફત પરોપકારીરૂપે સમાજ
માટે પણ તેમનું યોગદાન મહત્ત્વનું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ સન્માનથી બંગાળી ફિલ્મોના ટોચનાં અભિનેત્રી સૌમિત્રા ચેટર્જી, હિન્દી ફિલ્મના અભિનેતા શાહરુખ ખાનને નવાજવામાં આવ્યા છે.

