શ્રી નરનારાયણ દેવ ગાદી, અમદાવાદના આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી સ્વામીનારાયણ સંપ્રદાયની વૃદ્ધિ તથા સર્વે સત્સંગીઓને દર્શન અને આશીર્વાદ આપવા સતત દેશ-વિદેશમાં ભ્રમણ કરી રહ્યા છે. તેના ભાગરૂપે આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી તા.૧૧.૦૯.૨૦૧૮ને મંગળવારથી તા.૧૩.૦૯.૧૮ને ગુરુવાર સુધી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન દ્વારા ભારત બહાર પ્રથમ વખત આયોજીત ‘સંત સ્મૃતિ મહોત્સવ’માં વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ મંગળવાર અને બુધવારે સાંજના જ્ઞાન સત્રમાં પધારશે અને હરિભકતોને દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. તેઓ તા.૧૩.૦૯.૧૮ને બુધવારે ક્રોલી - ગેટવિક મંદિરે ભગવાનનો અભિષેક કરશે.

