બ્લૂમ્સબરી યુકે દ્વારા આંતરરાષ્ટ્રીય લેખક શિવ ખેરા દ્વારા લિખિત ‘ યુ કેન અચીવ મોર’ પુસ્તકના વિમોચનનું સોમવાર તા. ૧૦ સપ્ટેમ્બર સાંજે ૬.૩૦ વાગે નહેરુ સેન્ટર યુકે, ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે બેરન ઓફ મેલોન લોર્ડ દિલજીત રાણા MBE અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે લોર્ડ નવનીત ધોળકિયા PC, OBE ઉપસ્થિત રહેશે. શિવ ખેરાએ ૧૯૯૮માં તેમનું પ્રથમ પુસ્તક ‘યુ કેન વિન‘ લખ્યું હતું.

