રજનીકાન્તની ફિલ્મ ‘કાલા’ને કર્ણાટકમાં રિલીઝ કરવામાં નહીં આવે. કાવેરી નદીના મુદ્દે રજનીકાંતે તામિલનાડુને સપોર્ટ કર્યો હોવાથી કર્ણાટકના ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર્સે ‘કાલા’ને કર્ણાટકમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ફિલ્મ સાતમી જૂને હિંદી, તામિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થવાની હતી, પરંતુ કર્ણાટકમાં આ ફિલ્મ રિલીઝ નહીં થાય. આ ફિલ્મને લઈને રસ્તા પર કોઈ વિરોધ કરવામાં આવ્યો હોય એવું નથી. ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફિલ્મને કણાર્ટકમાં રિલીઝ કરવામાં નહીં આવે.

