લંડનઃ ૧૭ વર્ષની સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર મેળવનાર મલાલા યુસુફઝાઈની લેડી માર્ગારેટ હોલના એક સોશિયલ સેક્રેટરી તરીકે નિમણુંક થઈ હતી. પોતાના ચૂંટણીઢંઢેરામાં મલાલાએ સસ્તા દરે આલ્કોહોલ અને ફેન્સી ડ્રેસ થીમ સાથે ‘bops’ - બીગ ઓપન પાર્ટી ફરી શરૂ કરાવવાનું વચન આપ્યું હતું. માનવ અધિકાર અને મહિલાઓને શિક્ષણના વૈશ્વિક કેમ્પેનર તરીકે ઉભરી આવેલી મલાલા હાલ યુનિવર્સિટી જીવનમાં સક્રિય છે.
અન્ય વિદ્યાર્થી ટાઈગર અકાવિન સાથે મળીને ચલાવેલા સફળ પ્રચાર અભિયાનમાં મલાલા સોશિયલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ હતી. હવે બન્ને કોલેજની બીગ ઓપન પાર્ટીઝ અને સામાજિક કાર્યક્રમોનો હવાલો સંભાળશે. અન્ય કોલેજો સાથે મળીને વધુ ઈવેન્ટ યોજવાની પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.

