ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટનની સુવર્ણ જયંતીની ભવ્ય ઉજવણી

Wednesday 06th June 2018 07:56 EDT
 
 

તાજેતરમાં ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટનના ૫૦મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશેષ અતિથિઓએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. સાઉથ મેડો લેન ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમADVERTISEMENTમાં યુવા કલાકારો દ્વારા રજૂ કરાયેલા ભારતીય શાસ્ત્રીય નૃત્ય, બોલિવુડ અને ફ્યુઝન ડાન્સથી ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે એક્ઝિબિશન, વીડિયો પ્રેઝન્ટેશન યોજાયા હતા. સોસાયટીની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે મહાનુભાવોના હસ્તે સ્પેશિયલ બર્થ ડે કેક કટિંગ પણ કરાયું હતું. હેરિસ મ્યુઝિયમ દ્વારા ગુજરાત હિંદુ સોસાયટીના ભવ્ય ઈતિહાસની નોંધ લેવામાં આવી હતી.

ગુજરાત હિંદુ સોસાયટીની શરૂઆત એક નાની સંસ્થા તરીકે થઈ હતી. પહેલા તો સાઉથ મેડો લેન પર આવેલી સેન્ટ સ્ટીફન્સ સ્કૂલનું બિલ્ડિંગ લેવામાં આવ્યું હતું. તેમાં ફેરફાર કરીને ત્યાં એક મંદિર અને બેઠક સ્થળ તૈયાર કરાયું હતું. પાછળથી તે સ્થળ ઉપર નવેસરથી સુધારા વધારા કરીને ૩.૨ મિલિયન પાઉન્ડના ખર્ચે શિખરબંધી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ કરાયું હતું. સુવર્ણ જયંતીની ઉજવણીને અનુલક્ષીને તૈયાર કરાયેલી પત્રિકામાં સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ ટેલરે JP DL સમાજના સભ્યોએ સ્પેશિયલ વર્કશોપમાં ભાગ લઈને સોસાયટીની ૫૦ વર્ષની સફર વિશે તૈયાર કરેલી સ્મૃતિઓની ગાથા વિશે માહિતી આપી હતી. સોસાયટીના આ પ્રેરણાદાયક પ્રવાસમાં જેમણે યોગદાન આપ્યું હતું તે સૌને યાદ કરીને તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

અંતમાં સ્વાદિષ્ટ રિફ્રેશમેન્ટનો પણ સૌ કોઈએ આસ્વાદ માણ્યો હતો જેનું ફંડિંગ હેરિટેજ લોટરી ફંડ દ્વારા કરાયું હતું.


comments powered by Disqus