પ્રિયંકા ચોપરા સાથે અમેરિકન સિંગર તેમજ અભિનેતા નિક રેડની તસવીરો સોિશયલ મીડિયા પર ફરી રહી છે. આ પરથી પ્રિયંકા નિકને ડેટ કરી રહી હોવાની અટકળ થઇ રહી છે. આશ્ચર્ય થાય તેવી વાત તો એ છે કે નિક ફક્ત ૨૫ વરસનો જ યુવક છે. પ્રિયંકા કરતા એે દસ વરસ નાનો છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિકનો વીડિયો પણ વાયરલ છે. આ વીડિયોમાં પ્રિયંકા મશહૂર ડોઝર્સ સ્ટેડિયમમાં નિક સાથે બેસબોલ મેચ જોતી દેખાય છે. આ વીડિયો પ્રિયંકા અને નિકના બંનેના એક ચાહકે બનાવ્યો છે. વીડિયોમાં પ્રિયંકા અને નિક સ્ટેડિયમમાં પ્રવેશતા દેખાય છે. પ્રિયંકાએ જોકે નિક સાથેની તસવીરો પણ પોતે પોસ્ટ કરી નથી. છતાં બંને સાથે સાથે હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે.
મેચ પછી પ્રિયંકા અને નિક એક બોટ પાર્ટીમાં પણ સાથે ઝૂમતા દેખાયા હતા. પાર્ટીમાં બંને એકબીજાથી ઘણા નજીક અને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હોય તેમ લાગતું હતું. જોકે બંનેને પૂછતાં તેમણે આ અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકની પ્રથમ મુલાકાત ૨૦૧૭માં મેટ ગાલા વખતે થઇ હતી. બને જણા રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા.

