જાહ્નવી કપૂરનું કહેવું છે કે તેની મમ્મી શ્રીદેવીને તેના પર ગર્વ થાય એવું કામ તેણે કરવું છે. શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જાહ્નવીની નવી ફિલ્મનું ખૂબ જ ઓછું શૂટ બાકી રહ્યું છે. આ સમયે તેણે જણાવ્યું છે કે હું મારી મમ્મીને બહુ મિસ કરું છું. જાહ્નવીએ કહ્યું હતું કે ‘મને મારા પેરન્ટ્સ પર ખૂબ જ ગર્વ છે. મારે પણ એવું કામ કરવું છે જેનાથી તેમને પણ મારા પર એટલો જ ગર્વ થાય. મારા માટે આ જ પ્રેરણારૂપ છે. મમ્મી મને હંમેશાં કહેતી કે તું કેટલી ફિલ્મ કે કેવું પાત્ર કરે એ મહત્ત્વનું નથી, પરંતુ તું લોકો પર કેવી ઇમ્પ્રેશન પાડે છે એ મહત્વનું છે. કોઈના માટે ઈર્ષ્યા અને નિરાશા જેવાં એક્સપ્રેશનને મારી મમ્મી ક્યારેય પ્રોત્સાહન નહોતી આપતી. અન્ય માટે આપણે કેવી રીતે ખુશ રહેવું એ જ તે અમને શીખવતી.’

