લંડનઃ યુકેમાંથી ખોટી રીતે દેશનિકાલ કરાયેલા હોય તેવું મનાતા ૬૩માંથી માત્ર ત્રણ વિન્ડરશ માઈગ્રન્ટ્સે તેમના કેસ માટે સંપર્ક કર્યો હોવાનું હોમ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું.
હોમ સેક્રેટરીએ ઉમેર્યું હતું કે કૌભાંડના સંદર્ભમાં રચાયેલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ત્રણનો સંપર્ક કર્યો હતો. હોમ ઓફિસને ઈન્ડેફિનીટ લિવ ટુ રિમેન ઈન યુકે મંજૂર કરાઈ હોય તેવા કોમનવેલ્થ નાગરિકોને ખોટી રીતે દેશમાંથી હાંકી કઢાયા હોવાના અહેવાલને પગલે છેક ૨૦૦૨થી દેશનિકાલના લગભગ ૮,૦૦૦ કેસની ફેરચકાસણી કરવી પડશે.
ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં તેવી ૬૩ વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી છે. તેમાંથી ૩૨ ગુનાખોરીમાં સંડોવાયેલા હતા અને ૩૧ લોકોને હોમ ઓફિસે દેશ છોડી જવાનું જણાવતા તેઓ યુકે છોડી ગયા છે.
