બાર્નેટમાં આગામી ૮ જુલાઈને રવિવારે ૬૦૦ બાળકો અને પુરુષો શિશુકુંજના લાભાર્થે ફંડ એકત્ર કરવા ૧૫ માઈલની ચેરિટી વોકમાં જોડાશે. તેના એક આયોજક પ્રીના ગોસાઈએ જણાવ્યું હતું કે સંસ્થાની પ્રગતિ થાય અને આગામી વર્ષોમાં તેનો વધુ વિકાસ થઈ શકે તે માટે ભંડોળ એકત્ર કરવા તેઓ ચેરિટી વોકનું આયોજન કરાયું છે.
શિશુકુંજ લંડન, યુકેમાં રજિસ્ટર્ડ ચેરિટી છે જે ૪૦ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાનું સંચાલન મહદઅંશે વોલન્ટિયર્સથી જ કરે છે. તેનો મુખ્ય હેતુ આજના બાળકો અને સમાજના આવતીકાલના અગ્રણીઓનો વિકાસ કરવાનો છે. બાળકોનો વિકાસ થાય અને જીવનના પડકારો ઝીલવા સક્ષમ બની શકે તે માટે બાળકોમાં નીતિમત્તા, મૂલ્યો અને નેતૃત્વની કળા ખીલે તે માટે સંસ્થા તેમને મદદ કરે છે.
શિશુકુંજ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ (શિશુકુંજ લંડનનો ભાગ)નો હેતુ વિશ્વભરના બાળકોને ગરીબી, હતાશા અને બીમારીમાંથી મુક્ત કરાવવાનો છે.
પરેન શાહે જણાવ્યું હતું કે સંસ્થા ભારત અને આફ્રિકાના પછાત વિસ્તારોમાં બાળકોને શિક્ષણની સુવિધા મેળવવામાં મદદ કરે છે.
ચેરિટી વોકમાં ભાગ લેવા www.shishukunj.org.uk પર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી

