સ્કીલ્ડ નોન-ઈયુ માઈગ્રન્ટ્સને દેશનિકાલ ન કરવા સાંસદોની માગ

Tuesday 05th June 2018 07:44 EDT
 
 

લંડનઃ હોમ ઓફિસને કોર્ટમાં પડકારવા માટે ૨૦ સાંસદો અને પીઅરના ગ્રૂપે ૪૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું છે. છેલ્લાં છ મહિનામાં ગ્રૂપે સરકાર દ્વારા કરાયેલા કલમ ૩૨૨(૫)ના ઉપયોગને પડકારવામાં ૧૦ નોન-ઈયુ માઈગ્રન્ટને મદદ કરી હતી. આ કલમનો શરૂઆતમાં આતંકવાદી કૃત્યો માટે ઉપયોગ થતો હતો. તે ૧૦માંથી ૯ માઈગ્રન્ટ કેસ જીતી ગયા હતા. તેમાં અપીલ જજે સરકાર દ્વારા પેરેગ્રાફનો ઉપયોગ કરાયો તે ખોટું હતું.

આ ગ્રૂપની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવનારા સાંસદ સ્ટીવ રીડે જણાવ્યું હતું, ‘ હવે એ સ્પષ્ટ થયું છે કે સરકારની દ્વેષભાવપૂર્ણ ઈમિગ્રેશન નીતિ વિન્ડરશ કૌભાંડ કરતાં પણ વધુ વ્યાપક છે. આપણે જોઈએ છીએ કે ખૂબ નજીવા કારણસર સ્કીલ્ડ માઈગ્રન્ટ્સને દેશનિકાલનો સામનો કરવો પડે છે.’

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ લીબરલ ડેમોક્રેટના લોર્ડ ડીક ટેવર્ન QC એ જણાવ્યું હતું, ‘ યુકેના વડા પ્રધાન થેરેસા મેની ઓપન બ્રિટનની નીતિને જ્યાં સુધી ખાસ કરીને ઈમિગ્રેશન રુલ્સના વિવાદાસ્પદ પેરેગ્રાફ દ્વારા ક્લોઝ્ડ બ્રિટનમાં નહીં ફેરવાય ત્યાં સુધી તેઓ યુકે હોમ ઓફિસ પર દબાણ માટે અભિયાન શરૂ કરશે.


comments powered by Disqus