આફ્રિકાના અંગોલા દેશમાં વીલા નામની એક આદિવાસી પ્રજાતિ રહે છે. આ પ્રજાતિની મહિલાઓ તેમની હેર સ્ટાઇલ માટે, નેકલેસને ખાસ રંગ આપવા માટે અને ભોજનની વાનગીને શણગારવા માટે પણ ગાયના સૂકા છાણનો ઉપયોગ કરે છે. દક્ષિણ અંગોલાના દુર્ગમ હુઇલા પ્રાંતમાં છૂટીછવાઈ વસતીમાં અંગોલા પ્રજાતિના લોકો રહે છે. આ પ્રજાતિની મહિલાઓ પોતાના વાળને શણગારવા માટે તેલનું મિશ્રણ, માખણ, ગાયનું સુકવેલું છાણ અને જડીબુટ્ટીઓ વાપરે છે. તેઓ પોતાના વાળને બરાબર ઘાટ આપવા માટે અને તેને રંગવા માટે પણ આવા મિશ્રણનો ઉપયોગ કરે છે. તેઓ ગળાના હારને રંગવા પણ છાણનો ઉપયોગ કરે છે તો ક્યારેક ભોજનનો દેખાવ આકર્ષક બનાવવા પણ તેના પર છાણની ભૂકીનો શણગાર કરે છે.

