આપણા અતિથિઃ ગોપાલ ગાંધી

ગોપાલ ગાંધી ત્રણ મિટિંગને સંબોધન કરશે

Wednesday 29th May 2019 06:46 EDT
 
 

નહેરુ સેન્ટરના સ્થાપક ડિરેક્ટર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી ૨૯મી મેએ ચાર દિવસની ટૂંકી મુલાકાતે બ્રિટન આવી રહ્યા છે. તેઓ ત્રણ મિટીંગને સંબોધન કરશે. ૩૦મી મેએ બપોરે ૪થી ૬ દરમિયાન ઈન્ડિયા - ૨૦૧૯ થીમ પર તેઓ સંવાદનું સંચાલન કરશે. ૩૧મી મેએ સાંજે ૬ વાગે તેઓ નહેરુ સેન્ટર ખાતે મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રવચન આપશે. ૧લી જૂને સાંજે ૬.૩૦ વાગે તેઓ મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી ઓફ હલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગાંધીજી વિશે પ્રવચન આપશે. પ્રવચન બાદ ડિનરનું આયોજન કરાયું છે.


comments powered by Disqus