આપણા અતિથિઃ બીકે શિવાની

બ્રહ્માકુમારી બી કે શિવાની યોગ દિવસમાં ભાગ લેશે

Wednesday 29th May 2019 06:50 EDT
 
 

ભારતના પ્રાચીન રાજ યોગના અતિ અર્વાચીન ચહેરા સમાન બી કે શિવાની ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યુકે આવી રહ્યા છે. તેઓ આગામી ૧૭મી જૂને લંડન આવશે. યુરોપની ‘અવેકનીંગ’ ટુર માં તેઓ ૧૯ દિવસમાં ૧૩ શહેરોનો પ્રવાસ કરશે. તેમના પ્રવાસ દરમિયાન યુકેમાં તા. ૨૦ લેસ્ટર, તા.૨૩ લંડન અને તા.૨૪મીએ માન્ચેસ્ટર ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તેમનો ટીવી ટોક શો ‘અવેકનિંગ’ પહેલા ભારતમાં અને બાદમાં વિશ્વના દેશોમાં લોકપ્રિય થયો હતો. તેઓ તમામ વયના અને સમાજના તમામ વર્ગોના લોકો માટે પ્રેરણાદાયી યુવા મહિલા બન્યા હતા. તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેમને ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ‘નારી શક્તિ’ અર્પણ કરાયો હતો.

બી કે શિવાની ૧૯૯૬થી સમગ્ર યુકે અને યુરોપમાં હાજરી ધરાવતા બ્રહ્મા કુમારી સાથે રાજ યોગ ધ્યાન શીખવી રહ્યા છે.

તેમના ટીવી શો અને સોશિયલ મીડિયા(યુ ટ્યૂબ અને ફેસબુક)ના લગભગ ૪ મિલિયન ફોલોઅર્સ છે. ભારત, એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મીડલ ઈસ્ટ અને આફ્રિકામાં તેમના ઘણાં લાઈવ શો થયા છે.


comments powered by Disqus