ગયા અઠવાડિયે અમિતાભે તબિયત ખરાબ થઈ જવાના કારણે ફેન્સને સન્ડે મળવાનો સિલસિલો તોડી નાંખ્યો હતો. ૭૬ વર્ષના અમિતાભ બચ્ચન દર્દ અને તકલીફોનો સામનો કરી રહ્યા છે. તેમની તબિયત સારી નથી, પણ એ છતાં તેઓ કામમાં રચ્યાપચ્યા છે. તેઓ પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટને પૂરાં કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે લખેલા બ્લોગ પરથી ખબર પડે છે કે હજી પીડા તેમનો પીછો છોડતી નથી. જોકે એ પીડાને ન ગણકારતાં તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા છે. અમિતાભે કહ્યું, દર્દને દૂર કરવા અડીખમ બની રહેવાના ઇરાદાને કારણે બ્લોગ લખવામાં મોડું થયું. અહીં જુઓ મિસ્ટર દર્દ, જો તમે સાજા ન થયા તો એવાં પરિણામ આવશે.

