માનુષી છીલ્લર અક્ષય કુમાર સાથેની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે

Wednesday 29th May 2019 07:19 EDT
 
 

મિસ ઇન્ડિયા માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે તેવી ચર્ચા વારંવાર થાય છે. હવે બોલિવૂડમાં ચર્ચા છે કે માનુષી અક્ષય કુમાર સાથે તેની પહેલી ફિલ્મ કરશે. આ એક ઐતિહાસિક ફિલ્મ હશે અને તેમાં અક્ષય રાજાના પાત્રમાં દેખાશે. માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં દેખાવાની ચર્ચા છે. આ ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજ ચૌહાણની પત્નીના પાત્રમાં હશે. આ પહેલાં માનુષી રણવીર સિંહ સાથે ડેબ્યુ કરવાની છે તેવી વાત હતી. અક્ષય કુમાર સાથેની ફિલ્મમાં માનુષી સંયુક્તાના પાત્રમાં હોવાની વાત છે. સંયુક્તા પૃથ્વીરાજ ચૌહાણની પત્નીઓમાંની એક હતી. સંયુક્તા અને પૃથ્વીરાજ ચૌહાણના પ્રેમકહાની જગવિખ્યાત છે. પૃથ્વીરાજ ચૌહાણના કાર્યકાળ ૧૧૮૭થી ૧૧૯૨ સુધી રહ્યો. તેનું સામ્રાજ્ય અજમેરથી દિલ્હી સુધી ફેલાયેલું હતું. તેણે ૧૫ વરસની વયે જરાજગાદી સંભાળી હતી.


comments powered by Disqus