રિશી કપૂરની તબિયતને લઈને તેનો પુત્ર રણબીર કપૂર સતત ચિંતામાં રહે છે. તાજેતરમાં રણબીરે જણાવ્યું હતું કે, રિશી હવે ઘણા સ્વસ્થ છે અને તેઓ એકાદ-દોઢ મહિનામાં જ ભારત પાછા ફરશે. રિશી કપૂર ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. થોડા સમય પહેલાં રણધીર કપૂરે પણ કહ્યું હતું કે, રિશી કપૂર કેન્સર ફ્રી થઈ ગયા છે. રિશી કપૂરની તબિયતમાં સુધારો આવ્યો છે. રણબીરે કહ્યું છે કે, હવે તેમની તબિયત ઘણી સારી છે. આશા રાખું છુ કે મિડ જુલાઈ સુધીમાં તેઓ ભારત પાછા ફરશે. તેઓ ઘણા સ્વસ્થ લાગે છે અને વર્તનમાં પણ સકારાત્મક અભિગમ છલકાય છે.

