વિવેક ઓબેરોયને નક્સવાદીઓની ધમકી મળી

Thursday 30th May 2019 07:20 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની લોકસભાની ચૂંટણીમાં જીત તો થઈ પણ મોદી આધારિત ફિલ્મને મિક્સ રિવ્યુ મળી રહ્યાં છે. આ બધા વચ્ચે બાયોપિકમાં મોદીનું પાત્ર ભજવનાર વિવેક ઓબેરોયને નક્સલવાદીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વિવેકે આ ફિલ્મ કર્યા બદલ તેને ધમકી મળ્યાનું કહેવાય છે. આ ધમકી મળ્યા બાદ વિવેક ઓબેરોયને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ તેને ૨૪ કલાકની સિક્યુરિટી અપાઈ હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અમદાવાદમાં વિવેક ઓબેરોય સાથે આ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોઈ હતી.
ફિલ્મનું એડિટિંગ વખણાયું
ચૂંટણી દરમિયાન ફિલ્મ નહીં રિલીઝ કરવાની ચૂંટણીપંચની મરજીને માન આપીને સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો કે ફિલ્મ ૨૪મી મેએ રિલીઝ કરવી. ફાઈનલી ફિલ્મ રિલીઝના હાઈ ડ્રામા પછી ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ સંદીપ સિંહ, આનંદ પંડિત, સુરેશ ઓબેરોય અને આચાર્ય મનીષ છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં
વિવેક ઓબેરોયની સાથે બોમન ઈરાની,
બરખા સેન ગુપ્તા, ઝરીના વહાબ, મનોજ જોશી, રાજેન્દ્ર ગુપ્તા અને દર્શન કુમાર પણ સામેલ છે. ફિલ્મમાં મોદીના જીવનના ઘણા પ્રસંગોને સુંદરતાથી વણી લેવાયાં છે અને ફિલ્મનું એડિટિંગ વખણાયું છે.
કમાણીની ચિંતા નથી
ફિલ્મને મલ્ટિપ્લેક્સમાં કેટલા શો મળશે તે વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહે જણાવ્યું હતું કે, કેટલી સ્ક્રીન પર ફિલ્મને બતાવવામાં આવશે તે ડિસ્ટ્રીબ્યુટર્સ પર નિર્ભર કરે છે. માટે મને કોઈ ચિંતા નથી કે તે રૂ. ૧૦૦ કરોડને ક્રોસ કરશે કે નહીં.


comments powered by Disqus