• VYO UK અને શ્રી જીજી પરિવાર દ્વારા ઈન્દિરાબેટીજીના ૮૦મા જન્મદિનની ઉજવણીનું પૂ.વ્રજકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં તા.૧૧.૮.૧૯ને રવિવારે બપોરે ૨થી ૬ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. એકાદશી પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. નીતાબેન મજીઠિયા 07909 846 860, મધુબેન સોમાણી 07740 189 084
• આર્ષ વિદ્યામંદિર દ્વારા પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના ‘ભક્તિ સે શાંતિ કી યાત્રા’ વિષય પર પ્રવચનનું તા.૧૨.૦૮.૨૦૧૯ સાંજે ૬.૩૦થી ૭.૪૫ દરમિયાન સંગત સેન્ટર, ૨૮, સાન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે આયોજન કરાયું છે. ડિનરની વ્યવસ્થા છે.
• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૧૧.૮.૧૯થી તા.૧૬.૮.૧૯ સાંજે પથી ૮ દરમિયાન શીખ ટેમ્પલ કોમ્યુનિટી સેન્ટર, વોલિંગ્ટન સ્ટ્રીટ, વોલસોલ WS2 2QRખાતે આયોજન કરાયું છે. શિવકથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંગીત સંધ્યા તા.૧૫.૮.૧૯ રાખેલ છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• VYO UK દ્વારા આચાર્ય વ્રજકુમારજી મહોદયશ્રીની વાણીમાં ‘તણાવમુક્ત કેવી રીતે થવું’ વિષય પર વચનામૃતનું તા.૧૭.૮.૨૦૧૯ને શનિવારે સાંજે ૫.૩૦ વાગે વ્રજધામ હવેલી, ૫૮, લફબરો રોડ, લેસ્ટર LE4 4LD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રૂપાબેન કક્કડ 07767 254 165
• VYO UK દ્વારા આચાર્ય વ્રજકુમારજી મહોદયશ્રીની નિશ્રામાં શ્રી યમુનાજી ગુણગાન મહોત્સવ અને ચુંદડી મનોરથનું તા.૧૮.૮.૨૦૧૯ને રવિવારે સવારે ૧૧.૩૦ વાગે ક્રોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી લંડન N12 0QPખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મીનાબેન શાહ 07789 957 155
• પુષ્ટિ પરિવાર યુકે દ્વારા પ્રથમ વખત પૂ. યદુનાથજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ની વાણીમાં અષ્ટ સખા ચરિત્રામૃતનું શનિવાર તા.૧૭.૮.૧૯થી શુક્રવાર તા.૨૩.૮.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE ખાતે આયોજન કરાયું છે. કથા દરમિયાન ષટ ઋતુ મનોરથની ઉજવણી કરવામાં આવશે. આસ્થા ચેનલ પર તા.૧૭થી તા.૨૩ રાત્રે ૯.૩૦થી કથાનું વિશેષ પ્રસારણ કરવામાં આવશે. સંપર્ક. ભાવનાબેન લાખાણી 07715 315 891
• સ્ટાર પ્લસ અને પરફેક્ટ હાર્મની પ્રોડક્શન્સ દ્વારા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસના લાઈવ ઈન કોન્સર્ટ ‘નાયાબ લમ્હે’નું તા.૧૭.૦૮.૨૦૧૯ને શનિવારે ઈવેન્ટિમ એપોલો, ૪૫, ક્વિન કેરોલિન સ્ટ્રીટ, હેમરસ્મિથ, લંડન W6 9QH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વીડિયોરામા 020 8907 0116
• શ્રી એડન દેપાળા મિત્રમંડળ યુકે ૬૭A ચર્ચ લૈન લંડન N2 8DR ખાતે શ્રાવણમાસના દર સોમવારે તા.૧૨, ૧૯, ને ૨૬ ઓગસ્ટ, ૨૦૧૯ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૦ દરમિયાન ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક કનૈયાલાલ 07534 048 969
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૯ થી૧૫ સાંજે ૬ હિંડોળા મહોત્સવ – તા.૧૨,૧૯.૨૬ દર સોમવારે બપોરે ૫ રુદ્રાભિષેક - તા.૧૫.૮.૧૯ને ગુરુવારે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સાંજે ૬.૩૦ વાગે મેઈન હોલમાં ધ્વજવંદન અને બાદમાં ગિરીશભાઈ પટેલના ‘મેમરીઝ ઓફ મુકેશ’ સોલો કોન્સર્ટ. સંપર્ક. 01772 253 901
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૧.૦૮.૧૯ સાંજે ૫.૩૦થી ૮ દરમિયાન ‘સત્સંગ’નું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૧.૦૮.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ગોપીબેન સુદર્શનભાઈ ભાટીયા છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે રવિવાર તા.૧૧.૦૮.૧૯ બપોરે ૩થી ૪.૪૫ શ્રી ચંદુભાઈ પાણખાણિયા અને આદ્યશક્તિ મંદિર ગ્રૂપ દ્વારા ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• ડો. સર્વેશ વોરાના ગીતા પ્રવચનો - ગીતા ફાઉન્ડેશનના ઉપક્રમે ગીતા પ્રવચનોનો કાર્યક્રમ તા.૧૦ અને ૧૧ ઓગષ્ટ ૨૦૧૯ને રવિવારે હેરો સિવિક સેન્ટર, હેરો, HA1 2XY ખાતે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે મુંબઇથી જાણીતા વિદ્વાન અન ચિંતક પૂ. ડો.સર્વેશભાઇ વોરા પધારી રહ્યા છે. ગીતા પર એમનું પ્રભુત્વ છે. તેમની સાથે મુંબઈના ગાયિકા રેખા ત્રિવેદી અને શ્રીમતી કીર્તિદા દેસાઈ ગીત – સંગીતની રમઝટ બોલાવશે. સમય: ૧૦ ઓગષ્ટ સાંજે ૬ થી ૧૦ અને ૧૧ ઓગષ્ટ સાંજે ૪ થી ૧૦. પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. હાજર રહેવા ઇચ્છનારે શ્રી શરદભાઇ પરીખને અગાઉથી જણાવવાનું રહેશે. સંપર્ક: 07734 915 211
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓગસ્ટ -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૩સાંજે ૬.૩૦ કવિતા વાંચન ‘ધીસ ગ્લોરિયસ નોઈઝ’ – તા.૧૬ સાંજે ૬.૩૦ જ્યોત્સના વૈદીશ્વરમનું ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૦ બપોરે ૪ સમર સ્કૂલ ફિનાલે - ૧– તા.૧૧ બપોરે ૪ સમર સ્કૂલ ફિનાલે - ૨ સંપર્ક. 020 7381 3086
