બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો પહેલી મેએ જન્મદિવસ હતો. તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા એક નદી કિનારે પુલ પર બેઠા છે અને એક બીજા સાથે સારો સમય પસાર કરી રહ્યાં છે. આ વીડિયોમાં કર્ણપ્રિય બેક ગ્રાઉન્ડ મ્યુઝિક ચાલી રહ્યું છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર વિરુષ્કાના ફેન્સ ઘણો પસંદ કરી રહ્યાં છે. અનુષ્કાના બર્થડેને યાદગાર બનાવવા માટે વિરાટે તેને સ્પેશિયલ ડિનર પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાની જોડી સુપરહિટ જોડીઓમાંથી એક છે. મેચ અને ફિલ્મો વચ્ચે પણ તેઓ એક બીજા માટે સમય કાઢી લે છે. વિરાટ અને અનુષ્કા વર્ષ ૨૦૧૭માં ૧૧મી ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.

