અરબાઝ ખાન અને મલાયકા અરોરાના છૂટાછેડા થઇ ગયા તે ઘટનાને બે વરસ વીતી ગયાં છે. બંને પોતપોતાની રીતે જીવનમાં ઠરીઠામ થવાના પ્રયાસ કરી રહ્યા છે. મલાયકાનું નામ અર્જુન કપૂર સાથે અને અરબાઝનું નામ જ્યોર્જિયાની એન્ડ્રિયા સાથે ચર્ચાઇ રહ્યું છે. કહેવાય છે કે, અરબાઝ આ વિદેશી યુવતી સાથે જ જીવન ગાળવાનું વિચારી રહ્યો છે.
બોલિવૂડમાં ચર્ચા છે કે અરબાઝ ખાન બહુ જલદી જ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે સગાઇ કરશે. ખાન પરિવારને આ બંનેના સંબંધને અપનાવી લીધો છે. અરબાઝનો પરિવાર જ્યોર્જિયાને પસંદ પણ કરે છે. મલાયકા સાથે છૂટાછેડા બાદ અરબાઝ નર્વસ થઇ ગયો હતો અને એવા ટાણે જ્યોર્જિયાએ તેને સંભાળી લીધો છે. જ્યોર્જિયાએ અરબાઝના જીવનમાં ખુશી આણી છે. અરબાઝ અને મલાયકા છૂટા થઇ ગયા છે. જોકે એકમેકને અને પરિવારને જરૂર હોય ત્યારે બંને ભેગા થાય છે. જોકે બંને એકબીજાની અંગત બાબતોમાં દખલ દેતા નથી તેવું જાણવા પણ મળે છે.

