નેપાળની એક છોકરીએ તાજેતરમાં સતત ૧૨૬ કલાક નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસમાં નામ દાખલ કરાવ્યું છે. આ પહેલાં સૌથી લાંબા સમય સુધી લાંબો ડાન્સ કરવાનો રેકોર્ડ ભારતીય ડાન્સરના નામે હતો. નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને ૧૮ વર્ષીય તરુણી વંદનાની આ સિદ્ધિને બિરદાવવા એક કાર્યક્રમ રાખીને તેનું સન્માન કર્યું હતું. પૂર્વી નેપાળના ઘનકુટ્ટા જિલ્લાની નિવાસી વંદનાએ કહ્યું કે તેના આ રેકોર્ડને ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું તેનાથી તે ખૂબ જ ખુશ છે. આ પહેલા ભારતીય ડાન્સર હેમલત્તાએ ૧૨૩ કલાક ડાન્સ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

