લંડનઃ તાજેતરના બેંક હોલિડે વીકેન્ડ દરમિયાન બ્રિટનના વીજ મથકો કોલસાનો સહેજપણ ઉપયોગ કર્યા વિના સૌથી લાંબો સમય એટલે કે ૧૨૫ કલાક સુધી કાર્યરત રહ્યા હતા. દેશમાં ઔદ્યોગિક ક્રાંતિથી અત્યાર સુધીમાં પ્રથમ વખત બનેલી આ ઘટનાએ વિક્રમ સર્જ્યો હતો. ટર્બાઈન્સ ચાલે તેટલો પૂરતો પવન અને ફેક્ટરીઓ બંધ હોવાથી વીજળીની ઓછી માંગને લીધે આ શક્ય બન્યું હતું. નેશનલ ગ્રીડ દ્વારા જણાવાયું હતું કે તેનો અર્થ એવો થઈ શકે કે કોલસાથી ચાલતા પાવર સ્ટેશનોની પાંચ દિવસથી વધારે જરૂર રહેતી નથી. હવામાન ઠંડુ હતું પરંતુ, ઘણાં લોકોને હીટીંગ ચાલુ કરવા પડે તેટલું પણ ઠંડુ ન હતું.

