શ્રુતિ હાસન-માઇકલ કોરસેલઃ હમ જુદા હો ગયે!

Wednesday 08th May 2019 07:16 EDT
 
 

શ્રુતિ હાસન અને માઇકલ કોરસેલ છેલ્લા બે વરસથી ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે અચાનક તેમના માર્ગ જુદા થઇ ગયા હોવાની વાત બહાર આવી છે. તેમના સંબંધો ક્યા કારણોસર તૂટી ગયા તે જાણવા મળ્યું નથી, પરંતુ લોકો પોતપોતાની રીતે અટકળો બાંધી રહ્યા છે.
શ્રુતિ છેલ્લા બે વરસથી ઇટાલિયન યુવક માઇકલને ડેટ કરી રહી હતી. ૨૦૧૬ની સાલથી બંને રિલેશનશિપમાં હતા. ૨૮ જાન્યુઆરીએ શ્રુતિનો ૩૩મો જન્મદિવસ હતો ત્યારે પણ આ યુગલ લોસ એન્જલસમાં સાથે દેખાયું હતું. ગયા મહિના સુધી
બંને વચ્ચે ઠીકઠાક ચાલી રહ્યાની વાત હતી, પરંતુ અચાનક જ બ્રેકઅપ થઇ જતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.
એપ્રિલમાં જ માઇકલે શ્રુતિ સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. જેમાં તેણે શ્રુતિને પોતાની ગર્લફ્રેન્ડ કહી હતી. બંને લગભગ એક મહિના પહેલા જ આપસી સમંતિથી છુટા પડી ગયા છે. તેમની વચ્ચે કોઇ મનદુઃખ નથી. બ્રેકઅપ બાદ પણ બંને સારા મિત્રો બનીને રહેવાના છે.
શ્રુતિ અને માઇકલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા લંડનમાં થઇ હતી. ત્યાર બાદ બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. માઇકલ આ દરમિયાન વારંવાર ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે શ્રુતિના પિતા કમલ હાસનની ફિલ્મ 'વિશ્વરુપમ ટુ'માં રશિયાના સોલ્જરની ભૂમિકા નિભાવી હતી. બ્રેકઅપ બાદ શ્રુતિએ સોશિયલ મીડિયા પરથી માઇકલ સાથેની થોડી પોસ્ટ ડિલિટ કરી નાંખી છે.


comments powered by Disqus