સચિન તેંડુલકરે આમ તો ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પણ મહિલા બાર્બર નેહા અને જ્યોતિ પાસે પહેલી વાર દાઢી કરાવી પણ તેમણે રેકોર્ડ કર્યો છે. સચિન કહે છે કે, તેમણે દેશમાં જાતિ સંબંધિત રૂઢિચુસ્તતા તોડવા માટે પોતાનું યોગદાન આપવા આ પગલું ભર્યું હતું. બાર્બરના વ્યવસાયમાં અત્યાર સુધી પુરુષોને જ વર્ચસ્વ રહ્યું છે પણ ઉત્તર પ્રદેશના બનવારી તોલા ગામની નેહા અને જ્યોતિએ પિતાની બીમારી બાદ ૨૦૧૪માં તેમની જવાબદારી સંભાળવાનું નક્કી કર્યું. એક કંપનીની જાહેરાતમાં તેમનો પ્રેરણાદાયી કિસ્સો ઉજાગર કરાયો. તે જાહેરાતને યૂટ્યૂબ પર ૧.૬૦ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેંડુલકરે પણ તે જોયા બાદ નેહા અને જ્યોતિ પાસે દાઢી કરાવવાનું નક્કી કર્યું. તેમણે આ તસવીર ટ્વિટર પર શેર કરીને લખ્યું, ‘તમને કદાચ ખબર નહીં હોય પણ મેં ક્યારેય કોઈ બીજા પાસે દાઢી કરાવી નથી. આજે આ રેકોર્ડ તૂટી ગયો. આ મહિલા બાર્બર્સને મળવું સન્માનની વાત છે.’

