લંડનઃ પોલીસ દ્વારા ફરીથી સ્ટોપ એન્ડ સર્ચ શરૂ કરવામાં આવતા લંડનમાં છેલ્લાં એક વર્ષમાં હત્યાના કિસ્સામાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું બ્રિટનના ટોચના પોલીસ અધિકારી અને મેટ્રોપોલિટન પોલીસના કમિશનર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યવાહીને લીધે લંડનમાં ૨૫થી નીચેની વયના યુવાનોના સ્ટેબિંગની સંખ્યામાં પણ ૧૫ ટકાનો ઘટાડો થયો છે.
થેરેસા મે જ્યારે હોમ સેક્રેટરી હતાં ત્યારે આ કાર્યવાહી પર વિપરિત અસર થઈ હતી. તેઓ માનતા કે તેનાથી પોલીસમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને યુવાન અશ્વેતોને ગેરવાજબી રીતે લક્ષ્ય બનાવવામાં આવશે.
તેનાથી તદન ઉલટું હાલના હોમ સેક્રેટરી સાજિદ જાવિદ વકરી ગયેલા હિંસક ગુનાઓને ડામવાની કાર્યવાહીના ભાગરૂપે સ્ટોપ એન્ડ સર્ચની હિમાયત કરી રહ્યા છે.

