દીપિકા પદુકોણે જન્મદિને વેબ લોન્ચ કરીઃ સાઈટ પર ટ્રાફિક વધતાં ક્રેશ

Wednesday 09th January 2019 06:34 EST
 
 

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દીપિકા પદુકોણે પાંચમી જાન્યુઆરીએ તેના ૩૩મા જન્મદિવસે જ પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ પણ આપી. ઇન્સ્ટાગ્રામ પર આ સરપ્રાઈઝની જાણ કરતા તેણે દુનિયા સામે પોતાની વેબસાઈટ - www.deepikapadukone.com ખુલ્લી મૂકી. રસપ્રદ વાત એ છે કે વેબસાઈટની જાહેરાત થયાની થોડી જ વારમાં ફેન્સનો સાઈટ પર ટ્રાફિક વધી જતાં સાઈટ ક્રેશ થઇ ગઈ હતી અને સર્વર પણ ઠપ્પ થઇ ગયું હતું.
દીપિકાના કરોડો ચાહકો
દીપિકાના હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ૩ કરોડથી વધુ, ટ્વિટર પર ૨.૫ કરોડથી વધુ અને ફેસબુક પર ૩.૪૦ કરોડથી વધુ ફેન્સ છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર વેબસાઈટની જાહેરાત સાથે જ www.deepikapadukone.com સાઈટ પર ૩ કરોડ લોકોમાંથી ટ્રાફિક એકસાથે આવવા લાગ્યો અને વેબસાઈટ ક્રેશ થઈ ગઈ.


comments powered by Disqus