પૈસા માટે લગ્નમાં નાચવું મને પસંદ નથીઃ જોન અબ્રાહમ

Wednesday 09th January 2019 06:37 EST
 
 

મીડિયાથી મોટેભાગે દૂર રહેનારા અભિનેતા જોન અબ્રાહમે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે પૈસા માટે લગ્નમાં નાચવું મને પસંદ નથી. કારણ કે જોન અબ્રાહમનું માનવું છે કે એક એક્ટર તરીકે પૈસા વધુ મહત્ત્વના નથી, પણ કલા મહત્ત્વની છે. જેને જ્યાં ત્યાં ખર્ચી નાંખવી યોગ્ય નથી.
ઘણી સેલિબ્રિટીઝ સતત સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે તેઓ કેમ આ બધાથી દૂર રહે છે ત્યારે જોને કહ્યું કે, ઘણી સેલિબ્રિટીઝ ફની કપડાં પહેરીને એરપોર્ટની બહાર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેઓ હાંસીને પાત્ર બને છે. જો તમને સર્કસના જોકર બનવાનું પસંદ હોય તો લોકો તમારા પર હસે એમાં ખોટું નથી. જોકે આ તેમની પસંદ છે.
હું એવા એક્ટર્સમાં નથી આવતો જેઓ પૈસા માટે ગમે તે શોઝ કરે અને લગ્નમાં ડાન્સ પણ કરે. હું એવું નથી કહેતો કે હું સાચો છું, પરંતુ હું એ કહું છું કે હું એવું ક્યારેય નહીં કરું.


comments powered by Disqus