હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર હોવાના અહેવાલ છે. તેમની સર્જરી થવાના સમાચાર વચ્ચે તેઓ સર્જરીના દિવસે પણ દીકરા હ્રિતિક રોશન સાથે વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. હ્રિતિક કહે છે કે તેમણે પોતાનો નિત્યકર્મ બરાબર જાળવી રાખ્યો હતો. પિતા રાકેશ રોશન સાથે હ્રિતિક સાથે કસરત કરતા હોય તેવી તસવીર હ્રિતિકે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેણે પિતા રાકેશ રોશનની બીમારીની જાણકારી આપી હતી.
હ્રિતિકે આઠમીએ સવારે સોશિયલ મીડિયા પર પોતાના પિતા રાકેશ રોશન સાથેનો એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, આજે સવારે મેં મારા પિતાને એક ફોટો લેવા કહ્યું. સર્જરીના દિવસે પણ તેઓ પોતાનું વર્કઆઉટ કરવું ભૂલ્યા નહીં. મને ખ્યાલ છે કે તેઓ સ્ટ્રોંગેસ્ટ મેન છે. કેટલાક અઠવાડિયા પહેલાં તેમને થ્રોટ અર્લી સ્ટેજ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા થયાનું નિદાન સામે આવ્યું છે. અમારો આખો પરિવાર ખુશનસીબ છે કે અમને આવા લીડર મળ્યા છે.

