જુલાઈ
• કેન્યામાં કનબીસ ક્લબના સ્થાપક કરશનભાઈ લાલજીભાઈ વેકરિયાનું અવસાન
• કેન્સાસમાં ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની ગોળી મારીને હત્યા
• અમેરિકામાં ૩૦૦૦ શરણાર્થી બાળકોનાં ડીએનએ ટેસ્ટ
• જોન્સન એન્ડ જોન્સન બેબી પ્રોડક્ટથી કેન્સરનો કેસઃ કંપનીને રૂ. ૩૨,૦૦૦ કરોડ દંડ
• બિઝનેસમેન હસમુખ પટેલના હત્યારા ક્રિસ્ટોફર યંગને ફાંસી
• ઓકલાહમાં મોટેલ પાર્કિંગમાં ગુજરાતી ઉમેશભાઈ ભક્તાનું મૃત્યુ
ઓગસ્ટ
• ઝિમ્બાબ્વેમાં રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેના શાસનનો ૩૭ વર્ષે અંત
• મોમ્બાસા લેવા પટેલ સમાજના પ્રમુખપદે ધનજીભાઈ પીંડોરિયા
• પેપ્સીકોના હાઈ પ્રોફાઈલ સીઈઓ ભારતીય ઈન્દ્રા નૂયીએ ૧૨ વર્ષ પછી હોદ્દો છોડ્યો
• ભારતીયો સહિત ૭૮ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા ઝડપાયા
• ભારતીય ઈજનેર શ્રીનિવાસ કુચીભોતલાના હત્યારાને ત્રણ જનમટીપની સજા
• કમ્પાલામાં હિંસાઃ લાખો ગુજરાતી મુશ્કેલીમાં મુકાયા
• મહેસાણાના અલ્પેશ પ્રજાપતિની અમેરિકામાં હત્યા
સપ્ટેમ્બર
• વર્જિનિયામાં સ્વામીનારાયણ સંત કૌશલેન્દ્રપ્રસાદ દ્વારા ‘દેવસ્ય’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• ટ્રમ્પના ટીકાકાર અમેરિકી સેનેટર જોન મેકકેઈનનું અવસાન
• ભારતના સત્યા ત્રિપાઠી યુએનમાં આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ
• અમેરિકાના પૂર્વ કાંઠે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટક્યુંઃ ૩૧ લાખનું સ્થળાંતર કરાયું
ઓક્ટોબર
• કોંગોમાં તેલ ટેન્કર વાહન સાથે અથડાયુંઃ ૫૦થી વધુ ભડથું
• આફ્રિકાના યુવા અબજોપતિ મોહમ્મદ દેવજીનું અપહરણ - મુક્તિ
• પશ્ચિમી કેન્યામાં એક ચાલતી બસ ઊંધી પડતાં ૫૧નાં મોત
નવેમ્બર
• અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ગણતંત્ર દિવસ માટેનું આમંત્રણ ઠુકરાવ્યું
• બરાક ઓબામા, બિલ ગેટ્સ, કમલા હેરિસ સહિત ૧૪ને પાઈપ બોમ્બ પેક્ટ મળ્યાં
• કેલિફોર્નિયામાં સદીનો સૌથી મોટો દાવાનળઃ ૪૦થી વધુનાં મૃત્યુ
• ભારતીય અમેરિકન નીલ ચેટર્જી અમેરિકન ઉર્જા એજન્સીના વડા
• દક્ષિણ ગુજરાતના મનુબર ગામના સાજિદ કેશવણવાલાનું આફ્રિકામાં રહસ્યમય મોત
• અમેરિકન પ્રજાનો ટ્રમ્પને તમાચોઃ સેનેટમાં રિપબ્લિકન, હાઉસમાં ડેમોક્રેટ્સ
• મલાવીમાં મહાત્મા ગાંધીની મૂર્તિના નિર્માણ પર સ્ટે
• જ્યોર્જિયામાં મહેસાણાના દંપતી કલ્પના - ભરતભાઈ પટેલ પર ગોળીબારઃ પત્નીનું મોત
ડિસેમ્બર
• યુએસમાં સ્નોફોલથી જનજીવન ખોરવાયુંઃ ૩.૫ કરોડને અસર
• અલાસ્કામાં ભૂકંપના ૧૯૪ આંચકા
• અમેરિકન પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. બુશનું ૯૪ વર્ષની વયે નિધન (સમાપ્ત)
(સંકલનઃ ખુશાલી દવે)

