જુલાઈ
• થાઈલેન્ડની પાણી ભરેલી અંધારી ગુફામાંથી ૧૮મા દિવસે ૧૨ બાળકોને બચાવી લેવાયાં
• પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ અને પુત્રી મરિયમને સાત વર્ષની કેદ ફરમાવાઈ
• શ્રીલંકાના મટ્ટાલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપાયું
• વીસ વર્ષે ફ્રાન્સ ફરી ‘ફિફા’ કપ ચેમ્પિયન
• ટ્રમ્પ-પુતિન વચ્ચે શિખર બેઠકમાં પરસ્પર સહયોગનું વચન
• પાકિસ્તાનના સ્વાતમાં બુદ્ધ પ્રતિમાની પુનઃ સ્થાપના
• ઈથિયોપિયા - ઈરિટ્રિયા શત્રુતાનો અંત
• ઈઝરાયેલ યહૂદી રાષ્ટ્ર જાહેરઃ અરબીના સત્તાવાર દરજ્જાનો અંત
• પાકિસ્તાન દ્વારા ૨૬ ભારતીય માછીમારોની મુક્તિ
ઓગસ્ટ
• પાકિસ્તાનની ચૂંટણીમાં ત્રિશંકુ ચુકાદોઃ ઈમરાન ખાન વડા પ્રધાન
• બિજિંગમાં અમેરિકી દૂતાવાસ બહાર વિસ્ફોટ
• અમદાવાદના વિદ્યાર્થી મૌલિન રાઠોડની મેલબર્નમાં હત્યા
• ઈન્ડોનેશિયામાં ભૂકંપઃ ૧૪૨નાં મોત, ૨૦ હજાર બેઘર બન્યા
• કાબૂલમાં ભારતીય સહિત ત્રણનાં અપહરણ બાદ હત્યા
• શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત
• ભારતીય સશિ ચેલિયા ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફ વિનર
• ન્યૂ ઝીલેન્ડમાં વિદેશીઓ પર ઘર ખરીદવા પ્રતિબંધ લદાયો
• બેંક ફ્રોડના આરોપી નીતિન સાંડેસરાની દુબઈમાં ધરપકડ
સપ્ટેમ્બર
• અમેરિકા દ્વારા પાકિસ્તાનને રૂ. ૨૧૩૦ કરોડની લોન પર રોક
• કમ્બોડિયાના શિવ મંદિરોના જિર્ણોદ્ધારમાં સાથ આપવાની ભારતની જાહેરાત
• અલીબાબાના જેક માએ નિવૃત્તિ જાહેર કરીઃ ઉત્તરાધિકારી તરીકે ડેનિયલ ઝેંગના નામની જાહેરાત
• ચીનમાં માંગખૂટ વાવાઝોડુંઃ ૪૮૦૦૦ માછીમારીની બોટો પાછી બોલાવાઈ
ઓક્ટોબર
• અમેરિકાના એલિસન અને જાપાનના હોન્જોને નોબેલ
• ઈન્ટરપોલના ચીફની ચીનમાં અટકાયત
• અબુધાબીમાં રહેતા ભારતીય મહોમ્મદ માયાલાને રૂ. ૧૪ કરોડની લોટરી લાગી
• ઈન્ડોનેશિયામાં ભૂકંપ પછી સુનામીઃ મૃતકાંક ૧૬૫૦થી વધુ
• દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ લીને ૧૫ વર્ષની જેલ
• શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના દ્વારા વડા પ્રધાન વિક્રમ સિંઘે બરતરફ
નવેમ્બર
• ઈન્ડોનેશિયન વિમાન તૂટી પડતાં ૧૮૯નાં મોત
• ભારતીય વડા પ્રધાન જાપાન પ્રવાસેઃ શિંજો આબેએ કહ્યું મોદી સૌથી વધુ વિશ્વાસુ મિત્ર
• આર્થિક સંકટમાં ઘેરાયેલા આર્જેન્ટિનામાં હિંસા
• બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના વધુ એક કેસમાં સાત વર્ષ કેદ
• ભારતથી પ્રથમ વખત ટ્રેન નેપાળના બિરાટનગર પહોંચી
• ઈઝરાયલ પર ૩૭૦ રોકેટથી ગાઝી હુમલો
• સિંગાપોર ફિનટેક ફેસ્ટમાં નરેન્દ્ર મોદીઃ ઇસ્ટ એશિયામાં મૂડીરોકાણ માટે ભારત સર્વશ્રેષ્ઠ
ડિસેમ્બર
• ફ્રાન્સમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે રોષ
• ટોરેન્ટોમાં ભારતીય યુવક વિશાલ શર્માનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો
• વિપ્રોના અઝીમ પ્રેમજીને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન
• પાકિસ્તાનમાં આવેલી કપૂર ખાનદાનની હવેલી મ્યુઝિયમ બનાવવા નિર્ણય
• જિયોનીના ચેરમેન લિયો લિરોંગ ૧૪૦ મિલિયન ડોલર જુગારમાં હાર્યા
• મુંબઈની ગર્ભવતી મહિલા સોનમ શેલરનો મૃતદેહ ન્યૂ ઝિલેન્ડ બિચ પરથી મળ્યો (સમાપ્ત)
(સંકલનઃ ખુશાલી દવે)

