• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૩.૦૧.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંસ્થા ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૩.૦૧.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જાનકીબેન અને પ્રેમદત્ત પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘ફાઈન્ડિંગ યોર ગુરુ’ વિષય પર અનુરાધા દુનીના પ્રવચનનું તા.૧૨.૦૧.૨૦૧૯ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.
