‘ઉરી’ માટે આદિત્ય ધરે છ મહિના રિસર્ચ કર્યું

Wednesday 09th January 2019 06:36 EST
 
 

વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી’ તાજેતરમાં રિલીઝ થવાની છે. સત્ય ઘટના પર આધારિત રોની સ્ક્રૂવાલાની ફિલ્મ ‘ઉરી’ ૨૦૧૬માં કાશ્મીરમાં થયેલા કથિત આતંકી હુમલા અને ભારતીય સૈન્યએ લીધેલા બદલા પર આધારિત છે. સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત આ ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર છે. આદિત્ય કહે છે કે આ અતિસંવેદનશીલ વિષય પરની ફિલ્મ હોવાથી ખૂબ જ બારીકાઈથી આ ફિલ્મના વિષય અંગે છ મહિના સુધી સંશોધન કર્યું હતું એ પછી આ ફિલ્મ બની છે.
‘ઉરી’ માટે આદિત્ય ધરે ૬ મહિના સુધી રિસર્ચ કર્યું હતું. દેશભક્તિ પર આધારિત આ ફિલ્મ દ્વારા સૈન્યને ટ્રિબ્યુટ અપાઈ. ફિલ્મના પ્રમોશન ભાગરૂપે પ્રોડ્યુસર્સે ભારતીય સૈન્ય, નેવી, સીઆરપીએફ અને બીએસએફના જવાનોને સન્માન આપવા માટે ફિલ્મનો પ્રિવ્યુનું આયોજન કર્યું હતું. આ પ્રિવ્યુ બાદ સૈન્યના જવાનો ફિલ્મની ટીમના કામને વખાણી રહ્યા છે.


comments powered by Disqus