SKLPCના નવરાત્રિ મહોત્સવમાં યોગ ગુરુ બાબા રામદેવ હાજર રહ્યા

Wednesday 09th October 2019 06:56 EDT
 
 

વિશ્વ વિખ્યાત યોગગુરુ બાબા રામદેવ SKLPCના નવરાત્રિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સૌ લોકોને આશીર્વાદ આપ્યા હતા. SKLPC UK કમિટીના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. બાબા રામદેવ પહેલા નોરતે પધાર્યા હતા અને પહેલી આરતીમાં ભાગ લીધો હતો. આ સમયે ૧,૫૦૦થી વધુ ભાવિક ભક્તો હાજર હતા. બાબા રામદેવે હાથ ઉંચો કરીને ‘ભારત માતા કી જય’ અને બાદમાં ‘વંદે માતરમ’નો ઘોષ કરીને સૌનું અભિવાદન કર્યું હતું. તેમણે દરરોજ સરળ યોગાસનો કરીને તથા સાદું ભોજન લઈને તંદુરસ્ત રહેવા સૌને ભારપૂર્વક જણાવ્યું હતું.

SKLPCના જનરલ સેક્રેટરી સૂર્યકાન્તભાઈ વસાણીએ બાબા રામદેવનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું અને SKLPCના પ્રેસિડેન્ટ વેલજીભાઈ વેકરિયાએ તેમને પુષ્પોનો હાર પહેરાવ્યો હતો. બાદમાં નવરાત્રિ ૨૦૧૯ના કન્વીનર રક્ષા જીનાએ તેમનું સ્વાગત કર્યું હતું.

SKLPC સમાજ ભૂજના પ્રેસિડેન્ટ ગોપાલભાઈ ગોરસિયા, શશીકાન્તભાઈ વેકરિયા (SKLPC UKના પેટ્રન) અને કલ્યાણભાઈ વેકરિયાએ બાબા રામદેવને શાલ ઓઢાડી હતી અને ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ બુકલેટ તથા SKLPC 2019 મેગેઝિન અર્પણ કર્યું હતું.

SKLPC Ukના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો મહેશ પિંડોરિયા, લખુભાઈ કેરાઈ, વી એમ હિરાણી, પ્રેમજી હિરાણી, ડો. સુનિલ ભૂડિયા, શિવલાલ વેકરિયા અને વિનોદ હાલાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાનજીભાઈ હિરાણી (વાઈસ પ્રેસિડેન્ટ), રાજેશ વેકરિયા (ટ્રેઝરર), રમણિકભાઈ ખીમાણી, રાહુલ જીના અને કમિટીના અન્ય સભ્યોએ પણ યોગ ગુરુ બાબા રામદેવનું સ્વાગત કર્યું હતું.


    comments powered by Disqus