દાદીમાનું વૈદુંઃ પથરીનાં દર્દો

ઘરગથ્થુ ઉપચારો દ્વારા સામાન્ય બીમારીની સારવાર

Sunday 13th October 2019 06:44 EDT
 
 

• લીંબુના રસમાં સિંઘવ-મીઠું ભેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે

• ગાયના દૂધની છાશમાં સિંઘવ-મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે

• ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે

• ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીને ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે

• નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે

• કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટી જાય છે

• મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે

• પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે

• જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે

• કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે

• કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે

• કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સૂરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.

• મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવાં, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી લઇને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે

• ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે

• મેદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે

• મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવારસાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

• બડી દૂધ (દુધેલી)નાં પાન પાંચ તોલા તથા મેદીનાં પાન પાંચ તોલા લઈ બન્નેનાં અલગ અલગ વાટી રસ કાઢવો ને બન્ને રસ એક કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો.


comments powered by Disqus