BAPSના વડા પૂ. મહંત સ્વામી ૭ ઓક્ટોબરે કેન્યાના નૈરોબીથી ભારત પરત આવ્યા છે. તેમણે સાઉથ આફ્રિકા, યુગાન્ડા અને કેન્યામાં વિચરણ કર્યું હતું. અગાઉ તા.૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન નૈરોબીમાં સંત શિબિર યોજાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આ શિબિરમાં ભાગ લઈ રહેલા સંતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ૩જીએ નૈરોબીના બીએપીએસ મંદિરને ૨૦ વર્ષ પૂરા થતાં હોઈ પૂ. મહંત સ્વામીના હસ્તે મંદિરમાં નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કોઈ નવું મંદિર બને તો બ્રહ્માંડની આવરદા દસ હજાર વર્ષ વધી જાય. તેનો ઉલ્લેખ કરીને પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ ભલે પ્રતિષ્ઠા પૂરી થઈ પણ બ્રહ્માંડની આવરદા ૧૦,૦૦૦ વર્ષ વધી.’ ૩જીએ સાંજે ‘સપના થયા સાકાર’ મધ્યવર્તી વિચાર સાથે મુખ્ય સભા યોજાઈ હતી. આફ્રિકામાં સત્સંગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યારે કઈ ઉંચાઈએ પહોંચ્યો છે તેની વિગતો સાથેની દોઢ કલાકની નૃત્ય નાટિકાની રજૂઆત થઈ હતી. તેમાં નાના મોટા ૧૭૫ કલાકારોએ ભાગ લીધો હતો. ૪થીએ સવારે પૂ. મહંત સ્વામીએ નૈરોબીના સાઉથ ઝોન, કેન્યાના થીકા અને યુગાન્ડાના નીરા મળીને ત્રણ હરિમંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. ૫મીએ સમીપ દર્શન યોજાયા હતા. નૈરોબીમાં રોકાણ દરમિયાન પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો. ૬ઠ્ઠીને રવિવારે સાંજે ‘સાથે રહેજો’ દિન ઉજવાયો હતો. તેમાં પૂ. મહંત સ્વામીના વિચરણ દરમિયાન હરિભક્તોને કેવું સુખ પ્રાપ્ત થયું તેનો સંવાદ રજૂ કરાયો હતો. અંતમાં સૌ સંતોએ વિવિધ રજૂઆત કરી હતી. ગુરુની આજ્ઞા પાળીએ, તેમની સ્મૃતિ રાખીએ અને સ્વામીને ગમતાં મૂલ્યોને જીવનમાં ઉતારીએ તો ગુરુ હંમેશા સાથે હોય તેવી પ્રતિતી થાય. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘ માન – અપમાનમાં એકસમાન રહે તે પાક્કો હરિભક્ત.’ ૭મીએ સવારે પૂજા કર્યા બાદ પૂ. મહંત સ્વામી નૈરોબીથી નીકળીને મોડી રાત્રે અમદાવાદ વિમાનીમથકે પધાર્યા હતા.

