બાર્કિંગમાં લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા નવરાત્રિનું આયોજન

Wednesday 09th October 2019 06:58 EDT
 
બાર્કિંગમાં ઓએસીસ બેન્ક્વેટ હોલ ખાતે લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું. નોન-સ્ટોપ રાસ અને ગરબા રમવા અને જોવા માટે તથા ડ્રિંક્સ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની લિજ્જત માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણાં લોકોએ આ મહોત્સવને ઈસ્ટ લંડનની શ્રેષ્ઠ નવરાત્રિ તરીકે ગણાવીને પ્રશંસા કરી હતી. મેયર ઓફ લંડન બરો ઓફ રેડબ્રિજે આરતીમાં ભાગ લીધો હતો અને દાંડિયા રાસ પણ રમ્યા હતા. કાઉન્સિલર હુસૈને જણાવ્યું હતું,‘ લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન સાથે નવરાત્રિ ઉજવવાની મને ખૂબ મઝા આવી. મારું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું કોમ્યુનિટી અને તેના સભ્યોનો આભાર માનું છું.’

કોમ્યુનિટી દ્વારા રાસ ગરબાના પુરુષ અને મહિલા શ્રેષ્ઠ ખેલૈયાઓને દરરોજ ઈનામો આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત, રેફલ પ્રાઈઝ અને આરતીના વિવિધ સ્પોન્સર્સ દ્વારા પણ ઈનામો અપાયા હતા. બેસ્ટ સેલ્ફી ઓફ ધ નાઈટ સ્પર્ધાના વિજેતાઓેને પણ ઈનામો અપાયા હતા.

comments powered by Disqus