વાળ અને ત્વચાની સુંદરતા માટે આટલી કાળજી રાખો

હેલ્થ ટિપ્સ

Wednesday 09th October 2019 06:41 EDT
 
 

વ્યક્તિના વ્યક્તિત્વની પરખ તેના રોજિંદા ખોરાકથી થઈ શકે છે. વધુ પડતા તીખા કે તળેલા અને પોષકતત્ત્વો વગરનો ખોરાક લાંબો સમય ખાવાથી શરીરને જરૂરી એવા પોષકતત્ત્વોનો અભાવ સર્જાય છે અને વ્યક્તિની ત્વચા, વાળ પર તેની અસર થાય છે. વજન પણ વધી શકે છે અને સ્વભાવ પણ ચિડીયો થઈ જાય છે.
વળી, ઘણા લોકો ફક્ત ઘરનું ખાવાનું ખાતા હોય છે, પણ જો આવા ખોરાકમાં પણ પોષકતત્ત્વોની જાળવણી ન થતી હોય, તો પણ તકલીફ થાય છે. જેમ કે, વધારે પડતો ખાવાનો સોડા વાપરવામાં આવતો હોય અથવા ખોરાક વધુ પડતા ગરમ કરવામાં આવતો હોય કે પછી જરૂરી પ્રમાણમાં શાકભાજી, દાળ કે અનાજનો ઉપયોગ ન થતો હોય. આ સંજોગોમાં પણ ત્વચા ઉપર અસર થતી જોવા મળે છે અને વાળ પણ ખરવા લાગે છે. તેથી વાળ અને ત્વચાની કાળજી રાખવા યોગ્ય ખોરાક લો અને આટલું અવશ્ય કરો.
• સવારે ઊઠીને નરણા કોઠે પાણીમાં લીંબુનો રસ ભેળવી પીઓ. • દરરોજ દિવસ દરમિયાન ૧૦થી ૧૨ ગ્લાસ પાણી જરૂરથી પીઓ. • દિવસ દરમિયાન ગ્રીન ટી પીઓ. • શિયાળા દરમિયાન આદું, હળદર, આમળાં, લીંબુ, ફુદીનો, પાલક, ગાજર, બીટ અને કાકડીને કાચાં જ ક્રશ કરી તેનો જ્યુસ બનાવી, રોજ પીઓ, તેનાં કુચામાં લોટ નાખીને નાહી લો. • દિવસમાં ૨-૩ જુદા જુદા ફળો ખાવ. • જમવામાં કચુંબર કે દહીમાં શાક નાખીને રાઈતું બનાવીને ખાવ. • બપોરના ભોજનમાં દાળ અથવા કઠોળનો જરૂર ખાવ. • સાંજના ભોજનમાં શક્ય હોય તો જુદા - જુદા શાકભાજી ભેગા કરી સૂપ બનાવીને પીઓ. • બપોરના ભોજન પછી ખાંડ વગરનું લીંબુ પાણી એક ગ્લાસ પીઓ. • રાત્રે સૂતાં પહેલા બે ગ્લાસ પાણી અવશ્ય પીઓ.
વાળની સુંદરતા વધારવા
રોજિંદા ખોરાકમાં પ્રોટીનના પ્રમાણનો ખ્યાલ રાખો. પ્રોટીન દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ જેવી કે, દહીં, ચીઝ, પનીર વગેરેમાંથી અને ફણગાવેલા કઠોળમાંથી મળે છે. આ બધાંનો રોજિંદા ખોરાકમાં વપરાશ વધારો.


comments powered by Disqus