સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 09th October 2019 07:04 EDT
 

                                           • ઈન્ટરનેટનો સતત વપરાશ કરતા યુવાનો માટે ક્લિનિક

વીડિયો ગેમ્સ રમવાની અથવા સતત સોશિયલ મીડિયાના ઉપયોગની આદત ધરાવતા યુવાનો હવે માત્ર ઈન્ટરનેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલ માટે સમર્પિત પ્રથમ NHS ક્લિનિકમાં સારવાર મેળવી શકશે.

                                           • ઈયુ છોડવાનું પસંદ કરાતા અર્થતંત્રનું કદ ઘટ્યું

બ્રિટનના નાગરિકોએ ઈયુ છોડવાને બદલે ઈયુમાં રહેવાનું જ પસંદ કરવાની તરફેણમાં મતદાન કર્યું હોત તો દેશના અર્થતંત્રનું કદ ૬૦ બિલિયન પાઉન્ડ વધુ હોત અને નો-ડીલ બ્રેક્ઝિટનો અર્થ બે વર્ષ સુધી વિકાસના નામે શૂન્ય કહી શકાશે. ૨૦૧૬થી અન્ય જી૭ અર્થતંત્રોની સરખામણીમાં આર્થિક વિકાસ મંદ પડી ગયો છે. બિઝનેસમાં મૂડીરોકાણ પર તેની વધુ અસર પડી હતી.

• ઈજા અને બીમારીને લીધે ૪૦,૦૦૦ સૈનિકોએ લશ્કર છોડ્યું

છેલ્લાં ૨૦ વર્ષમાં ઈજા અને બીમારીને લીધે લગભગ ૪૦,૦૦૦ સૈનિકોને લશ્કર છોડવાની ફરજ પડી હતી અને દર પાંચ એમ્પ્લોયરમાંથી એક ભૂતપૂર્વ સૈનિકોને જોબમાં રાખવા ઈચ્છતા નથી. ગયા વર્ષે બીમારીના કારણસર ૧,૮૬૯ સૈનિકો છૂટા થયા હતા. જે લશ્કરના ૧,૦૦૦માંથી ૧૭, નેવીના ૧,૦૦૦માંથી ૧૨ અને આરએએફના ૧,૦૦૦માંથી પાંચ જવાનોના દરે ગણી શકાય.

                                          • યુકેના સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ ૧૦ વર્ષની નીચી સપાટીએ

યુકેના શેરબજારો સતત પ્રવર્તતી રાજકીય અનિશ્ચિતતાને લીધે તૂટતા હોવાનો સંકેત આપતા લંડન લિસ્ટિંગ માર્કેટનો છેલ્લો ત્રિમાસિક ગાળો આ દાયકાનો સૌથી શાંત રહ્યો હતો.

                                                    • પિતા બનવા ઈચ્છતા પુરુષોને સલાહ

પરિવારમાં બાળક આવે તેવું પ્લાનિંગ કરી રહ્યા હો અને બાળક તંદુરસ્ત હૃદય સાથે જન્મે તેવું ઈચ્છતા હો તો તેના પ્રયાસના છ મહિના પહેલા પુરુષોએ શરાબસેવન બંધ કરી દેવું જોઈએ તેમ યુરોપિયન હાર્ટ જર્નલની ગાઈડન્સમાં જણાવાયું હતું.

                                                • પાદરીએ ૯૬ વર્ષીય મહિલા સાથે ઠગાઈ કરી

૬૨ વર્ષીય પાદરી એડવર્ડ મોરીસે ૯૬ વર્ષીય મહિલા મેવિસ પેનાક સાથે હજારો પાઉન્ડની છેતરપિંડી કરી હતી અને તેના મૃત્યુ બાદ તેના ફ્યુનરલનું સંચાલન કર્યું હતું. ૨૦૧૭માં પેનાકના મૃત્યુ બાદ મોરીસને નોટિંગહામના બેસ્ટવુડથી શોધી કઢાયો હતો. પેનાકના વિલમાં તેનું નામ સામેલ હતું. પેનાકના પરિવારજનોએ શોધેલા બેંક સ્ટેટમેન્ટ્સમાં મહિલાના ખાતામાંથી જંગી રકમ ઉપાડવામાં આવી હોવાનું જણાયું હતું. નોટિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો.

                                              • ૧૦ વર્ષમાં ૨૫૦ મિલિયન બાળકો સ્થૂળ બનશે

મોટાભાગે કોઈપણ જાતના ચેકિંગ વિના જંકફૂડના વિતરણ અને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં સરકારની નિષ્ફળતાને લીધે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વૈશ્વિક બની રહી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને જણાવ્યું હતું કે વિશ્વમાં હાલ સ્થૂળ બાળકોની સંખ્યા ૧૫૦ મિલિયન છે તે ૨૦૩૦ સુધીમાં વધીને ૨૫૦ મિલિયન થવાનો અંદાજ છે.

                                    • કંપનીઓના બોર્ડમાં મહિલાઓની સંખ્યા પ્રથમ વખત ૩૦ ટકાથી વધુ

યુકેની સૌથી મૂલ્યવાન ૩૫૦ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મહિલાઓની સંખ્યા પહેલી વખત ૩૦ ટકાથી વધુ થઈ હતી. કેમ્પેઈન ગ્રૂપ30% ક્લબે પહેલી વખત આ માટે લક્ષ્ય નક્કી કર્યું હતું ત્યારે FTSE350 ગ્રૂપની કંપનીઓના બોર્ડમાં ૨૦૧૦માં મહિલાઓની સંખ્યા ૯.૫ ટકા હતી.


comments powered by Disqus