ઈન્ડિગો એરલાઇન્સની પાઈલટ સ્નેહા શર્મા ભારતની સૌથી ઝડપી મહિલા મોટર રેસર

Wednesday 10th April 2019 07:05 EDT
 
 

ઈન્ડિગો એરલાઇન્સની પાઈલટ સ્નેહા શર્મા દેશની સૌથી ઝડપી મહિલા મોટર રેસર પણ છે. ૨૮ વર્ષીય સ્નેહાએ માર્ચ, ૨૦૧૯માં મલેશિયામાં યોજાયેલી લેડિસ કપ ઇન્ટરનેશલ સિરીઝમાં બીજો ક્રમ મેળવ્યો હતો. સ્નેહાનો આ ઇન્ટરનેશનલ લેવર પર પહેલો મેડલ છે. ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી હતી. સ્નેહા રેસિંગ સિવાય ઈન્ડિગો એરલાઇન્સમાં પાઈલટ છે. તે મહિનાના પંદર દિવસ મોટર રેસિંગ ક્ષેત્રે કાર્યરત રહે છે અને ૧૫ દિવસ પ્લેન ચલાવે છે. સ્નેહાએ કહ્યું કે તે મલેશિયાની ઇન્ટરનેશનલ ઇવેન્ટ પહેલાં પ્રેક્ટિસ કરી શકી ન હતી કારણ કે મુબઇ-પૂણે રેલી ટુ ધ વેલીમાં તેણે ભાગ લીધો. હવે તે ૧૪મી એપ્રિલે મોટર રેસિંગના ઇન્ટરનેશનલ સિરીઝના બીજા રાઉન્ડમાં ઉતરશે.
જુનિયર કેટેગરીમાં ઘણી રેસ જીતી
મુંબઇમાં રહેનારી સ્નેહાએ ૨૦૦૪થી ગો-કાર્ટ રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તે સ્કૂલ પછી આખો સમય કાર રેસિંગની પ્રેક્ટિસમાં પસાર કરતી હતી. સ્નેહા કહે છે કે, જ્યારે તે ૧૦મા ધોરણમાં હતી ત્યારે નેશનલ ચેમ્પિયનશિપના બે રેસર્સને પ્રેક્ટિસ કરતાં જોયા હતા. મેં તે રેસર પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની પોકેટ મનીના રૂપિયા તેમને આપ્યા હતા. અહીં મને રેસિંગ સ્કિલ્સની સાથે બ્રેકિંગ સ્કિલ્સ પણ શીખવા મળી હતી. હું કલાકો સુધી ટ્રેક પર પ્રેક્ટિસ કરતી હતી. એ પછી નાની-નાની ચેમ્પિયનશિપમાં ઉતરવાનું શરૂ કર્યું હતું.
પૂર્વ રેસરે પ્રેરણા આપી
એક રેસ દરમિયાન પૂર્વ રેસર રાયોમંડે સ્નેહાનું રેસિંગ જોઇને તેને નેશનલ કર્ટિંગ ચેમ્પિયનશિપમાં ઉતરવા વિષે કહ્યું હતું. આ વચ્ચે પાઈલટના કોર્સ માટે સ્નેહા ૧૧ મહિના માટે અમેરિકા ગઈ હતી. સ્નેહાએ કહે છે કે, જ્યારે હું ૧૭ વર્ષની હતી ત્યારે ફ્લાઇંગ કોર્સ માટે કેલેફોર્નિયા ગઈ રહી. આ પછી મેં વિચાર્યું કે મારું સ્પોર્ટિંગ કરિયર પૂર્ણ થઇ જશે. તેથી કાર રેસિંગ ન છોડવાનું નક્કી કર્યું. જોકે, મેં વિચાર્યું ન હતું કે હું અહીં સુધી પહોંચી શકીશ. નોકરી પછી સ્નેહાએ ફરીથી રેસિંગની શરૂઆત કરી હતી.
કર્ટિંગ ચેમ્પિયનશિપમાં રનર્સ અપ
વર્ષ ૨૦૦૯માં સ્નેહા નેશનલ કર્ટિંગ ચેમ્પિયનશિપમાં રનર્સ અપ રહી. આ પછી સ્નેહા સિંગલ રેસમાં રમવા લાગી. ૨૦૧૦માં તે નેશનલ કાર રેસિંગમાં ઉતરી અને ટોપ-૫માં રહી. ૨૦૧૪માં મોટી ટુર્નામેન્ટમાં ઉતરવા લાગી. સ્નેહા કહે છે કે, જોબમાંથી થયેલી કમાણી તે રેસ માટેની તૈયારી માટે ખર્ચે છે. ફોર્મ્યુલા રેસ-૩માં પણ તે ઉતરી હતી.
સ્નાયુની રિકવરી માટે ટ્રેનર
સ્નેહાએ કહ્યું કે, ફ્લાઇંગ-રેસિંગની વચ્ચે સંતુલન જાળવવા માટે ઘણી તકલીફ થતી હતી. સ્નાયુઓ રિકવર થતા જ ન હતા. આ કારણે મેં એક ટ્રેનરની મદદ લીધી, પરંતુ તેની ઊંધી અસર થઇ. આ કારણે મારા બંને ઘૂંટણો ઇજાગ્રસ્ત થયા હતા. એ પછી મારે ઘણી ફિઝિયોથેરાપી અને રિહેબમાંથી પસાર થવું પડ્યું હતું.
એરબસ ઉડાડવા કમાન મળી
સ્નેહાએ કહ્યું કે હું ૨૦ વર્ષની ઉંમરથી ઇન્ડિગોમાં શામેલ થઇ. ૨૧ વર્ષની ઉંમરથી એરબસ ૩૨૦ ઉડાડી રહી છું. મે ૨૦૧૮માં આની પર કમાન મેળવી. એક એરબસની કિંમત લગભગ રૂ. ૭૦૦ કરોડ હોય છે. એ દુનિયાની સૌથી ઝડપથી વેચાયેલું પ્લેન છે. આ પ્લેન ઉડાડવાની જવાબદારી આવવાથી હું રેસ અને ફ્લાઈંગ બંને ક્ષેત્રે વધુ સજાગ બની છું.
સ્નેહા શર્માની સિદ્ધિઓ
• મહિનાના ૧૫ દિવસ કાર ચલાવે છે અને ૧૫ દિવસ પ્લેન ઉડાડે છે
• માર્ચ, ૨૦૧૯માં મલેશિયામાં યોજાયેલી લેડિઝ કપ ઇન્ટરનેશનલ કાર રેસ સિરીઝમાં સ્નેહા બીજા ક્રમે આવી હતી.
• સ્નેહા ૧૪ એપ્રિલે ઇન્ટરનેશનલ સિરીઝના બીજા રાઉન્ડમાં ભાગ લેશે
• પાઈલટ કોર્સ કરવા માટે કેલેફોર્નિયા ગઇ હતી તો રેસિંગ છૂટી ગયું જોકે નોકરી પછી ફરી કાર રેસિંગની શરૂઆત કરી


comments powered by Disqus