પૂર પીડિતોની સહાય માટે યુવતીએ દુકાનના બધા ચંપલ ખરીદી લીધાં

Wednesday 10th April 2019 07:04 EDT
 
 

અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં તાજેતરમાં બોમ્બ વાવાઝોડું અને પૂર આવ્યું હતું. આ પૂરના લીધે આશરે ૧ કરોડ ડોલરની સંપત્તિને નુક્સાન થયું હતું અને આશરે ૨૦૦૦થી પણ વધારે લોકો ઘરવિહોણા થયા હતા. પીડિતોને મદદ કરવા અનેકોએ રાહત કામગીરીમાં સાથ આપ્યો હતો. તેવામાં અમેરિકાની એક ૨૫ વર્ષીય યુવતી એડી ટ્રીટે પીડિતોની મદદ કરવા એક દુકાનના  કુલ ૨૧૪ જોડી પગરખાં ખરીદી લીધાં હતાં. ચંપલના સ્ટોરના માલિકે થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે પોતાનો સ્ટોર બંધ કરી રહ્યો છે અને બધો સ્ટોક વેચવા માગે છે. એડીએ જણાવ્યું કે તેનો આ ચંપલની ખરીદીનો આશય પૂરપીડિતોની મદદનો છે તો નવાઈની વાત એ છે કે પહેલાં એડીને આ ચપંલની કિંમત રૂ. ૪ લાખ ૧૫ હજાર જણાવનારે બે દિવસની વાતચીત પછી ૨૧૪ જોડી ચંપલ માત્ર રૂ. ૬૯૨૩માં જ આપી દીધા હતા. 


comments powered by Disqus