યુદ્ધ’૭૧ની સત્ય ઘટના પર આધારિત ફિલ્મના સેટ પર સોનાક્ષી- પરિણિતી વચ્ચે કોલ્ડ વોર

Wednesday 10th April 2019 07:14 EDT
 
 

યુદ્ધ ૧૯૭૧માં માધાપરની વીરાંગનાઓએ રાતોરાત દુશ્મન દેશ સામે લડવા હવાઈપટ્ટી તૈયાર કરી હતી. આ સત્યઘટના પરથી બની રહેલી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ના સેટ પર પરિણિતી ચોપરા અને સોનાક્ષી સિંહા વચ્ચે કોલ્ડવોર શરૂ થયું છે. બંને વચ્ચેનું યુદ્ધ અબોલા સુધી પહોંચી ગયાનું કહેવાય છે.
કહેવાય છે કે, સોનાક્ષી સિંહા મુખ્ય અભિનેત્રી તરીકે ક્રિડેટ લેતી હોવા સામે પરિણિતીએ વાંધો ઉઠાવ્યાની ચર્ચા છે. પરિણિતીએ દોસ્તોને જણાવ્યું છે કે, ફિલ્મમાં પોતે પણ સમાંતર ભૂમિકામાં હોવાથી મુખ્ય અભિનેત્રીની ક્રેડિટ બંનેને મળે એ યોગ્ય ગણાય. આ ફિલ્મમાં સોનાક્ષી સામાજિક કાર્યકર સુંદરબહેન જેઠા માધાપરિયાની ભૂમિકા ભજવે છે જે સ્થાનિક મહિલાઓને રનવે રિપેર કરવા પ્રેરે છે જ્યારે પરિણીતી અન્ડરકવર એજન્ટના હીના રહેમાનના પાત્રમાં છે. સંજય દત્ત આ ફિલ્મમાં એક પગીની ભૂમિકામાં છે અને અજય દેવગણ વિંગ કમાન્ડર વિજય કાર્ણિકના મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ ઓગસ્ટ ૨૦૨૦માં પડદા પર આવવાની છે.


comments powered by Disqus