માંચેસ્ટરમાં વરસાદ વેરી બન્યોઃ ભારત-ન્યૂઝીલેન્ડ મેચ અટકાવી

Wednesday 10th July 2019 07:16 EDT
 
 

લંડનઃ વર્લ્ડ કપના પહેલા સેમિ-ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નડી શકવાની આશંકા આખરે સાચી પડી છે. ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં ટોસ જીતીને પ્રથમ દાવ લઇ રહેલી ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં માત્ર ૨૩ બોલ બાકી હતા ત્યારે જ મેઘરાજાએ એવી ધમાકેદાર ફટકાબાજી શરૂ કરી હતી કે મેચ અધવચ્ચે અટકાવી દેવા ફરજ પડી હતી. મેઘમહેર સતત ચાલુ રહેતા આખરે અમ્પાયર્સ પેનલે મેચ મુલત્વી રાખવા નિર્ણય કર્યો હતો. હવે બુધવારે - રિઝર્વ ડેના રોજ મેચ જ્યાંથી અટકી છે ત્યાંથી આગળ રમાશે.
મેચ અટકી ત્યારે ન્યૂઝીલેન્ડે ૪૬.૧ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૨૧૧ રન કર્યા હતા. રોઝ ટેલર ૬૭ જ્યારે લેથામ ૩ રને દાવમાં હતા. ભારત તરફથી પાંચેય બોલર્સે ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર્સે શરૂથી જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને અંકુશમાં રાખ્યા હતા. ન્યૂઝીલેન્ડના સ્કોરમાં કેન વિલિયમ્સનના ૬૭ રનનું મહત્ત્વનું યોગદાન છે.


comments powered by Disqus