ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ બાદ ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’માં એકશન અવતારમાં જોવા મળનાર અભિનેત્રી માહી ગીલે પોતાના વ્યક્તિગત જીવન વિશે તાજેતરમાં ચોંકાવનારા ખૂલાસા કર્યાં છે. આ ખુલાસામાં તેણે લગ્ન વિના ત્રણ વર્ષની બાળકીની માતા હોવાની વાત પણ જણાવી છે. માહીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હા હું વિના લગ્ન એક રિલેશનશિપમાં છું. જેનો મને વાંધો નથી. તે ગોવાનો એક સફળ બિઝનેસમેન છે. મારી ત્રણ વર્ષની પુત્રી પણ છે, જેનું નામ અમે વેરોનિકા રાખ્યું છે. વેરોનિકાનો અર્થ સત્યની જીતનું પ્રતીક થાય છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે લગ્ન વિના બાળકો અને પરિવાર કરવામાં મને કોઈ પણ પ્રોબ્લેમ નથી. લગ્નની જરૂરિયાત શું છે? આ માત્ર સમય અને તમારા વિચાર પર નિર્ભર કરે છે કે તમને લગ્ન બાદ બાળકો જોઈએ છે કે તે પહેલાં?
લગ્ન ખૂબ જ પવિત્ર સંબંધ છે અને આ દરેક વ્યક્તિનો અંગત નિર્ણય હોય છે. હું મારી પુત્રી સાથે મુંબઈમાં રહું છું અને સમયાંતરે ગોવાની મુલાકાત લેતી હોઉ છું. માહીના વિચારો સાંભળીને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ આ તેનો વ્યક્તિગત નિર્ણય હોવાનો મત અનેકોએ વ્યક્ત કર્યો છે.

