‘ધાકડ’નું પોસ્ટર મચાવે છે ધૂમ

Wednesday 10th July 2019 07:03 EDT
 
 

બોલિવૂડની ક્વીન કંગના રણૌત હાલમાં પોતાની ફિલ્મોને લઈને સતત ચર્ચાઓમાં છે. કંગનાએ પોતાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’નું  ટ્રેલર રિલીઝ કર્યા પછી ફિલ્મ ‘ધાકડ’નું  પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરને જાહેર કરીને ફિલ્મ કરીને તેની વધુ જાણકારી આપવામાં આવી છે. કંગના રણૌતની આ ફિલ્મ એક્શન ફિલ્મ હશે. ફિલ્મનું શૂટિંગ ઈન્ટરનેશનલ લોકેશન્સ પર આવતા વર્ષના શરૂઆતમાં શરૂ થશે. હોલિવૂડના એક્શન ડાયરેક્ટર કેટલાક સિકવન્સીસને કોરિયોગ્રાફ કરશે. આ ફિલ્મને રજનીશ ઘઈ ડાયરેક્ટર કરે છે જે ૨૦૨૦ દીવાળી પર રિલીઝ થશે. કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ૨૬ જુલાઈએ રિલીઝ થવાની છે. 


comments powered by Disqus