૨૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ માન્ચેસ્ટર જૈન સમાજે એના નવા સેન્ટરની સ્થાપન વિધિની ઉજવણી કરી. આ પ્રસંગે પધારેલ પૂ.ગુરૂદેવશ્રીએ ભગવાન શ્રી મહાવીર, ઋષભદેવ, સિમંધર સ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિમાજી સ્થાપિત કરી એનું મહત્વ સમજાવ્યું હતું. મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને ભાવિકોએ હાજર રહી આ પ્રસંગને દીપાવ્યો હતો
આ પ્રસંગે પૂ. ગુરૂદેવ લિખિત પુસ્તક ‘Benevolent Principles of Bhagwan Mahavir’ની વિમોચન વિધિ કરાઇ અને સમાજના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી સુરેશભાઇ મહેતા, પ્રેસિડેન્ટ શ્રી હિરેનભાઇ વોરા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભોગીલાલ શાહ, રિલીજીયસ કમિટીના શ્રીમતી સરોજબેન પટેલ અને સેક્રેટરી શ્રી નેહલ મહેતાને એ પુસ્તક અર્પણ કરાયું.

