• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૫.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેનફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• હનુમાન હિંદુ ટેમ્પલ ૫૧ બીચ એવન્યુ, બ્રેન્ટફર્ડ, TW8 8NQ ખાતે દત્તાત્રેય જયંતીની ઉજવણી નિમિત્તે તા.૧૨.૧૨.૧૯ ગુરુવાર સાંજે ૬.૩૦ સામુહિક દત્ત પાદુકા પૂજન, દત્તબાવની અને દત્ત સ્તવન તથા તા.૧૪.૧૨.૧૯ શનિવાર સવારે ૧૦.૩૦ દત્તાત્રેય હવન તથા તેલ અભિષેક થશે. સંપર્ક. 07466 334 961
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૧૫.૧૨.૧૯ને રવિવારે ભજન ભોજનનું આયોજન કરાયું છે. ભોજન બાદ બપોરે ૨થી ૩.૩૦ દરમિયાન અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલ છે. સંપર્ક. 01772 253 901.
• લાયન્સ ક્લબ ઓફ લંડન કિંગ્સબરી એન્ડ કેન્ટન દ્વારા ‘ફૂડ ફોર લાઈફ ગ્લોબલ’ અને ‘માઈન્ડ ફોર બેટર મેન્ટલ હેલ્થ’ના લાભાર્થે ક્રિસમસ ઈવ – ડિનર એન્ડ ડાન્સનું તા.૨૪.૧૨.૧૯ને મંગળવારે સાંજે ૬.૩૦ વાગે બ્લૂરૂમ ગાર્ડન્સ, 220 હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશ શોનછત્રા 07956 810 647
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૧૪.૧૨.૧૯ શનિવારે સાંજે ૫.૩૦થી ૭.૩૦ આર્ટ ઓફ લિવિંગ ઈસ્ટ લંડન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવતમહાપુરાણ કથા, દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, 3 – 9, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૧૫.૧૨.૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભવન્સ ક્રિસમસ સેલિબ્રેશન્સનું આયોજન કરાયું છે. તેમાં જેમ્સ મારના સંચાલન હેઠળ ભવનના વિદ્યાર્થીઓ નૃત્યો અને કેરોલ્સ રજૂ કરશે. પ્રવેશ મફત. સંપર્ક. 020 7381 3086